L o a d i n g

સ્થાવર સંપત્તિ ખરીદતા પહેલાં 7 ચેતવણીઓ જોજો, ‘ખતરાના ખાડા’માં ન પડતા !

તમારું પોતાનું સપનાનું ઘર ખરીદવાનું સપનું કેટલું આહ્લાદક હોય છે, નહીં? પછી તે આરામદાયક ઘર હોય કે વિશાળ એપાર્ટમેન્ટ કે ભારે હલચલવાળી વ્યાવસાયિક જગ્યા હોય, સંપત્તિ ખરીદવી એ ખૂબ મહત્ત્વનો નિર્ણય હોય છે. જોકે, બીજી કોઈ પણ મોટી ખરીદી પહેલાં, બધી સાવધાનીઓ રાખવી જરૂરી છે અને તેના માટે તમારે ખૂબ પરિશ્રમ કરવો પડે છે. તમારી વિવેકબુદ્ધિ વાપરવી પડે છે કારણકે જો તમે તેમ ન કરો તો તમે કેટલાક સમય પછી તમારી ખરીદેલી સંપત્તિને વેચશો તો તમને સારી કિંમત નહીં મળે. કલ્પના કરો કે તમે એવા રોકાણ પર આટલા બધાં નાણાં ખર્ચી રહ્યા છો જેનું કોઈ વળતર નથી. ખર્ચના ભયાનક ખાડામાં પડતા બચવા, ચાલો, આપણે લાંબા ગાળાના રોકાણની સંભાવના સાથે સ્થાવર સંપત્તિના બધા અગત્યનાં મૂડીરોકાણો કરતા પહેલાં સાત ચેતવણીઓ વિશે જાણીએ.

1. વિસ્તાર ખૂબ જ જૂનો તો નથી ને ?:
પ્રાચીનનો મોહ કે જાળવણીનું દુઃસ્વપ્ન?
 • જૂના વિસ્તારોનો ચોક્કસ અનોખો જાદુ હોઈ શકે છે, પરંતુ તેમાં છુપાયેલા જાળવણી (મેઇનટેનન્સ)ના મુદ્દાઓ વિશે સાવધ રહેવું જોઈએ. સમયબાહ્ય થઈ ગયેલું ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ટપકતાં નળ કે તૂટેલી પાઇપની સમસ્યા કે પછી જરીપુરાણી થઈ ગયેલી ઈમારતથી તમારા સપનાનાં ઘરને મોંઘા સમારકામના પ્રૉજેક્ટમાં ફેરવી શકે છે. આ ઉપરાંત, મૂડીરોકાણ કરનારાઓ જૂના વિસ્તારો પ્રત્યે ખાસ આકર્ષાતા નથી.
2. જો સરકારના કોઈ પ્રૉજેક્ટ ન આવી રહ્યા હોય:
વિકાસના સમુદ્રમાં એકલવાયો ટાપુ?
 • સરકારી પ્રૉજેક્ટ ન આવતા હોય અને સમયબાહ્ય ટાઉન પ્લાનિંગ યોજનાઓ હોય તો તમારા રિયલ એસ્ટેટ મૂડીરોકાણ પર નુકસાનકારક અસર થઈ શકે છે. સંભવિત સુધારાઓ અને સંકલિત વિકાસકીય પ્રયાસો વગર, તમારું મૂડીરોકાણ સ્થગિત થઈ શકે છે જ્યારે કે આજુબાજુના વિસ્તારો સતત વિકસી રહ્યા હશે. જો વિસ્તારમાં સરકારી પ્રૉજેક્ટનો અભાવ હોય અને સમયબાહ્ય અથવા અસ્તિત્વમાં ન હોય તેવી ટાઉન પ્લાનિંગ યોજનાઓ હોય તો તમારા નિર્ણય પર પુનઃવિચાર કરવો મહત્ત્વનું છે. તેનાથી આડેધડ વિકાસ, મર્યાદિત સુવિધાઓ અને સુધારાની સીમિત સંભાવના ભણી સ્થિતિ જઈ શકે છે અને તમને વિકાસના સમુદ્રની વચ્ચે એકલવાયા ટાપુ પર એકલાઅટૂલા છોડી જઈ શકે છે.
3. જો માર્ગો સાંકડા અને જોડાયેલા ન હોય:
સાંકડા રસ્તાઓને તમારા સાંકડા વિકલ્પો ન બનવા દો !
 • એક સુંદર સંપત્તિ, તેની આસપાસ મનોરમ્ય વિસ્તારો હોય તેની કલ્પના કરો, પરંતુ જો તેના ભણી જતા રસ્તાઓ સાંકડા હોય, તેની ખરાબ જાળવણી હોય અને તેમાંય અતિ ખરાબ બાબત- તે વિખૂટા હોય તો? તમારી સગવડતા અને તમારી સંપત્તિની ભાવિ વેચાણ કિંમત માટે તમારા ઘર સુધી જતા સુગમ રસ્તાઓ ખૂબ અગત્યની બાબત છે. આથી, સોદો કરતા પહેલાં, ધ્યાન રાખો કે તમે અગવડવાળા રસ્તા પ્રવાસ વગર તમારા નિવાસે પહોંચી શકો.
4. જો આસપાસના વિસ્તારોમાં પ્રૉજેક્ટ ન હોય:
સુખ-શાંતિ કે સ્થગિતતા ?
 • જ્યારે આસપાસ શાંતિપૂર્ણ વિસ્તાર તમને અસર કરી જતો હોય ત્યારે વિસ્તારના વિકાસની સંભાવનાનું આકલન કરવું પણ જરૂરી છે. આસપાસ પ્રૉજેક્ટ, સુવિધાઓ કે વ્યાવસાયિક વિકાસના અભાવે સંપત્તિની કિંમત સ્થગિત થઈ શકે છે. યાદ રાખો, સારા નિવાસી અને વ્યાવસાયિક સાહસોના ફૂલીફાલી રહેલા પડોશથી તમારા મૂડીરોકાણ પર સારું વળતર અને વધુ જીવંત સમુદાય વચ્ચે રહેવાનો આનંદ મળી શકે છે.
5. જો શહેર કે ઔદ્યોગિક વિસ્તાર ૩૦ મિનિટના અંતરે હોય:
અંતર: ‘ડીલ’નો ભાવ તોડનાર અને ડીલને થકવનાર છૂપો રુસ્તમ !
 • તમારા કાર્યસ્થળ અથવા હલચલવાળા શહેરી કેન્દ્ર નજીક રહેવાના તેના ફાયદા છે. જોકે, જો તમારી ભાવિ સંપત્તિ જો ૩૦ મિનિટના અંતરે હોય તો બે વાર વિચારજો ! લાંબા અને થકવી દેતા પ્રવાસથી તમારો સમય, ઊર્જા અને ઉત્સાહ ખાલી થઈ શકે છે જેનાથી તમારા સપનાનું ઘર ક્યારેય પૂરી ન થતી મુસાફરીમાં પરિણમી શકે છે. તમારી સંપત્તિ આરામદાયક અંતરે રાખવાથી તમે તમારી જાતને મુશ્કેલીઓથી બચાવી શકશો.
6. વિસ્તાર પ્રદૂષિત છે કે કેમ ?:
ડહાપણભરી પસંદગી, આરોગ્યમય જિંદગી !
 • સ્વચ્છ હવા એ ખૂબ જ કિંમતી ચીજ છે અને જ્યારે તમે સ્થાવર સંપત્તિ ખરીદી રહ્યા હો ત્યારે તેની વિચારણા ખૂબ જ આવશ્યક છે. ધૂમ્મસવાળી સવાર સાથે ઊઠવું અથવા નુકસાનકર્તા પ્રદૂષકોને સતત સહન કરવું કોઈને નથી ગમતું હોતું. તમે જ્યાં સ્થાવર સંપત્તિ ખરીદવા માગતા હો ત્યાંની હવા કેટલી સ્વચ્છ છે તે સૂચકાંક જાણો, નજીકમાં ફૅક્ટરીઓ અથવા ઔદ્યોગિક પ્લાન્ટ કેટલા છે તે જાણો અને પ્રદૂષણનાં બીજાં કોઈ સંભવિત સ્રોત નથી ને તે તપાસો. યાદ રાખો, તમારી નવી સંપત્તિમાં તમે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શકો એ એવી સમૃદ્ધિ છે જેની તમે કોઈ કિંમત નહીં આંકી શકો.
7. વિસ્તારમાં કોઈ સ્થાનિક તોફાની તત્ત્વો તો નથી ને ?:
પડોશીઓ કે અભિશાપ?
 • આપણે ‘ઘોંઘાટિયા પડોશીઓ’ કે ‘પડોશના ઉપદ્રવ’ વિશે ઘણી વાતો સાંભળી છે. આથી સંપત્તિના સોદા પર હસ્તાક્ષર કરતા પહેલાં, વિસ્તારને બરાબર તપાસી લો અને સ્થાનિક પડોશીઓ કેવા છે તે જાણી લો. વારંવાર ખલેલ પહોંચે, નિજતા (પ્રાઇવસી) ન રહે, કે પછી મુસીબતના કોઈ સંભવિત સ્તોત્રના લીધે તમે રહેવા જશો તો રોજેરોજ ઝઘડા થશે. એવું સ્થળ પસંદ કરો જ્યાં સંવાદિતા અને શાંતિ ખરેખર જોવા મળે.

તો, હવે આપણે નિષ્કર્ષ પર આવીએ. આ પરિબળોને ધ્યાનમાં રાખીને તમે ક્યાં મૂડીરોકાણ કરી શકો છો. જો તમે અમદાવાદમાં રહેતા હો, તો તમે નસીબદાર છો. કારણકે તમારી પાસે આવું એક સ્થળ છે – કાસીન્દ્રા. ચાલો, જોઈએ કે કાસીન્દ્રામાં ઉપરનાં બધાં જ પરિબળો કેવી રીતે ચિંતાજનક નથી:

 • કાસીન્દ્રાની નજીકના વિસ્તારોમાં નવા વિકાસ અને દસ ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે અનુમતિ આપતાં તમને આધુનિક આંતરમાળખું અને સુવિધાઓ મળશે, જેનાથી સમયબાહ્ય વિસ્તારોની ઝંઝટમાંથી છૂટકારો મળશે.
 • કાસીન્દ્રામાં સૂચિત પહોળો રિંગ રૉડ અત્યારના રૉડ કરતાં પહોળો થશે જેનાથી તમારા ઘર સુધી પહોંચવા માટેના પરિવહનના વિકલ્પો અને સુગમ રસ્તાઓ સારા મળશે.
 • કાસીન્દ્રા સતત વિકસી રહેલું હલચલવાળું કેન્દ્ર છે જેમાં વિવિધ બિલ્ડરો દ્વારા ૨૫ પ્રૉજેક્ટ ચાલી રહ્યા છે. આ વિસ્તાર વિકાસની સંભાવનાથી ભરપૂર છે જેનાથી આસપાસ જીવંત સમુદાય અને ફૂલીફાલી રહેલો પડોશ તમને મળશે.
 • ઝડપી જોડાણના લીધે, તમને કાસીન્દ્રા હાઇવે દ્વારા પ્રતિષ્ઠિત શાળાઓ, હૉસ્પિટલો અને મંદિરોએ પહોંચવામાં માત્ર ૨૦-૩૦ મિનિટ જ લાગશે.
 • કાસીન્દ્રાના પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રાહતનો ઊંડો શ્વાસ તમે લઈ શકશો. આ વિસ્તાર ધૂમ્મસ ભરેલી સવારથી દૂર તમને શાંત અને સુખદાયક નિવાસી અનુભવ આપશે.
 • ઉપદ્રવની ગેરહાજરી અને ઉચ્ચ વિકાસની સંભાવના પર ધ્યાનના લીધે, તમારી સંપત્તિની આજુબાજુ આવકારદાયક અને મિત્રતાપૂર્ણ સમુદાય છે તે જાણીને તમને મનની શાંતિનો અનુભવ થશે

આથી, તમે આવું મહત્ત્વનું નાણાકીય મૂડીરોકાણ કરો તે પહેલાં ઉપરોક્ત બધાં પરિબળો ચકાસી લેવા અગત્યનું છે. તમારે તમને માર્ગદર્શન આપે તેવા ભરોસાપાત્ર નિષ્ણાતો પર વિશ્વાસ મૂકવો જોઈએ જેથી તમે નફો કરાવે તેવો સોદો કરી શકો. જો તમે અમદાવાદમાં સંપત્તિના ભાવની સરખામણી કરશો તો તમે જોશો કે રામેશ્વર તમને સારા ભાવે ભવ્ય ઘર આપશે. કાસીન્દ્રામાં નિવાસી સંપત્તિના ભાવ ટૂંક સમયમાં વધવાના છે. તો, મોડું થઈ જાય તે પહેલાં યોગ્ય વિસ્તારમાં, યોગ્ય સમયે, યોગ્ય સહાય સાથે મૂડીરોકાણ કરો. તો અત્યારે જ છલાંગ મારો !